Gujarat

ડભોઈના વડજ ગામમાં ૭ જુગારીઓને પકડી પાડતી પોલીસ

ડભોઇ
ડભોઇના વડજ ગામની સીમમાં આવેલ ઝાડીઝાંખરાઓમાં બપોરના સમયે પોતાના આર્થિક ફાયદા માટે કેટલાક ઇસમો ગોળ કુંડાળુ થઈ પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની ડભોઇ પીઆઇ એસ.જે.વાઘેલાને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ડી સ્ટાફના જવાનો ને સૂચના આપતાં પોલીસ જવાનોએ બાતમી મુજબની જગ્યાએ છાપો મારતાં પત્તાપાના સાથે સાત જુગારીઓ ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓને દાવ પરના રોકડા રૂપિયા-૨૮૩૦ તેમજ અંગઝડતીના રૂપિયા-૮૪૧૦ મળી કુલ મુદ્દામાલ રૂપિયા-૧૧,૨૪૦ સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કસ્ટડી ભેગા કરવામાં આવ્યા હતા.ડભોઇ પીઆઇ એસ. જે. વાઘેલાને બાતમી મળેલ કે કનાયડાથી વડજ જતા રસ્તાની ઝાડીઓમાં કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા છે. તેના આધારે ડી સ્ટાફના જવાનોએ છાપો મારતાં ૭ જુગારીઓ પત્તાપાનાનો જુગાર રમતાં રૂા.૧૧,૨૪૦ ની મતા સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. તમામને કાયદેસરની કાર્યવાહી કરી કસ્ટડી ભેગા કરાયા હતા.

7-gamblers-caught-gambling.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *