ડાંગ
દેશ સહિત ગુજરાતમાં અકસ્માતે મોતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં શીંગણા નજીક એક ફોર વ્હીલર ગાડી નં.જીજે-૨૬-એબી-૧૧૧૭ ના ચાલકે પુર ઝડપે ગાડી હંકારતા ટુ વ્હીલર ને અડફટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર ગાડી નં.જીજે-૨૧-એએન-૩૭૨૫ ને અડફટે લેતા મોઢા, પેટ તથા પગ ના ભાગે ગંભીર ઇજાઓ થતાં ચાલક વિજયભાઈ માળ્યાભાઈ બારીશનું (ઉ.વ. ૪૦, રહે.શીંગણા)મોત થયું હતું. સુબીર ના શીંગણા ખાતે રહેતા મૃતકના પિતાએ સુબીર પો. સ્ટે. ખાતે ફરિયાદ નોંધાવતા કાર ચાલક દર્શનભાઈ પ્રતાપભાઈ પાટીલ( ઉ. વ. ૪૪, રહે. નવાપુર) વિરૂધ્ધ ઈપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી એક્ટ – ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી.
