વાપી
ચારે તરફ અત્યારે તમે જાેઈ શકો છો. સાંભળી શકો છો. સમાચારમાં દારૂ પકડાયો, જુગાર, દુષ્કર્મ આચર્યો, ગાંજાે પકડાયો, ડ્રગ્સ પકડાયું શું થવા જઈ રહ્યું છે આ દુનિયાનું લોકો પતન તરફ જઈ રહ્યા છે. દમણના ડાભેલ સ્થિત એક ચાલીમાં પોલીસે મળેલી બાતમીના આધારે રેઇડ કરીને યુવકને અંદાજે ૨ કિલો ગાંજા સાથે ધરપકડ કરી છે. યુવક અન્ય રાજ્યમાંથી ગાંજાે લાવી નાના પેકેટ બનાવીને છૂટક વેચાણ કરતો હતો. દમણ પોલીસે મળેલી સૂચના મુજબ ડાભેલ ક્રિએટિવ કંપનીની બાજુમાં આવેલી ફ્રાન્સિસની ચાલીમાં રહેતા સંજીત કમલેસરીની રૂમમાં છાપો માર્યો હતો. પોલીસે ડ્રગ્સ ડિટેકશન કિટ, વલસાડની એફએસએલની ટીમને સાથે રાખીને છાપો મારવાની કાર્યવાહી કરી હતી. રૂમમાં તપાસ કરતા એક બેગમાંથી ૧૯૦૭ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત છૂટક વેચાણના પેકિંગ કરવાની થેલી પણ મળી આવતા પોલીસે કબજે લીધી છે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી આરોપી સંજીત કમલેસરીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

