Gujarat

ડિસા સબ જેલના એક સાથે ૧૫ કેદી કોરોના સંક્રમિત થયા

પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં બીજી વેવ બાદ ફરી કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન વધી રહેલા કેસને લઈ વહીવટી તંત્ર દોડતું થયું છે. જાે કે કેટલાક કોરોના પોઝિટિવ વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. જાે કે ડીસા સબ જેલમાં કેદીઓને તાવ-શરદીના લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા કેદીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૩ જેવા રેપિડ ટેસ્ટમાંથી ૧૫ જેવા કેદીઓને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતો થયો હતો. રોગચાળા નિયંત્રણ અધિકારી નરેશભાઈ ગર્ગે જણાવ્યું હતું કે અત્યારે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ છે એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કેસોનું પ્રમાણ વધવા લાગ્યું છે. આજે બનાસકાંઠા જિલ્લામાં ૧૩૬ એક્ટિવ કેસ છે. પણ એક સારી બાબત એ છે કે અત્યારે ૧૩૬માંથી એકપણ કેસ હોસ્પિટલમાં દાખલ નથી. તમામ લોકો હોમ આઇસોલેશનમાં છે. એમાંથી ૯૯.૯૯ ટકા કેસ એવા છે કે જેમને કોઈ તકલીફ નથી. આ તમામ કેસો ખૂબ જ ઝડપથી રિકવર થઈ જાય તેમ છે. સરકારશ્રીની નવી ગાઇડલાઇન મુજબ સાતમા દિવસે તમામ પેશન્ટને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ટેસ્ટિંગ ખૂબ જ વધારે કરવામાં આવ્યું છે. રોજના એક હજારથી વધુ એન્ટીજન ટેસ્ટ તેમજ ૩ હજારથી વધુ ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં બે લેબ ચાલુ છે, એક દાંતીવાડામાં અને બીજી બનાસ મેડીકલ કોલેજ મોરિયા ખાતે ચાલુ છે. ઉપરાંત ત્રીજી નવી લેબ તેઓ એક-બે દિવસમાં ચાલુ કરવા જઈ રહ્યા છે. જેથી થરાદ વિસ્તારમાં પણ ટેસ્ટિંગ ચાલુ થઇ જશે. ગયા વર્ષે બીજી વેવમાં પંદરસો ઓક્સિજન બેડ હતા એની જગ્યાએ આજે ૨૫૦૦ ઓક્સિજન બેડ બનાસકાંઠા જિલ્લામાં થઈ ગયા છે. તેમણે ઉમેર્યુ હતું કે બીજી વેવમાં ઓક્સિજનની ખૂબ અછત હતી. આજે જિલ્લાના દરેક તાલુકામાં પી.એસ.એ પ્લાન્ટ લગાવી દેવામાં આવ્યા છે. અત્યારે હાલમાં સાડા સાતસો ટીમ હાઉસ સર્વેલન્સ કરી રહી છે. ૩૪ ધન્વંતરી રથો ચાલુ કર્યા છે, જેમાં પાલનપુર સીટીના અંદર વોર્ડવાઇઝ રથ ચાલુ કર્યા છે. જિલ્લામાં જેટલા પણ અર્બન હેલ્થ સેન્ટરો છે તમામે તમામ જગ્યાએ ધનવંતરી રથ ચાલુ કર્યા છે. ડીસા સબજેલમાં ૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જેનું હજુ કન્ફર્મેશન લેવાનું બાકી છે. માત્ર પ્રાથમિક માહિતી મળી છે, જે પ્રમાણે ૧૫ પોઝિટિવ કેસ આવ્યા છે, જેના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા એમ તેમણે જણાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં દિનપ્રતિદિન સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે. જેમાં આજે ગુરૂવારે જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંક ૧૩૬ પર પહોંચ્યો છે. જિલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈ ડીસા સબ જેલમાં ૨૩ જેટલા કેદીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૫ જેવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં હડકંપ મચી જવા પામી છે.

Deesa-Sub-Jail-of-Banaskantha-District.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *