કલોલ
આગામી ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ થી ૧૩-૦૧-૨૦૨૩ સુધી પ્રમુખ સ્વામી જન્મોત્સવ નિમિત્તે કલોલ તાલુકાના ભાડજ ગામ ખાતે શતાબ્દી મહોત્સવ ઉજવાશે. આ કાર્યક્રમમાં અંદાજે ૬૦૦ એકર જમીનમાં સાંસ્કૃતિક નગરી બનાવશ. જેની વ્યવસ્થા માટે ૨૫,૦૦૦ સ્વયંસેવકો એક મહિના સુધી ખડે પગે રહી સેવા કરશે. આ પ્રસંગમાં ભાગ રૂપે અત્યારે કડી તેમજ કલોલ વિસ્તારમાં ૩૦ હજાર બાળકો લોકોના ઘરે તેમજ દુકાને જઈ વ્યસન મુક્તિના પ્રયાસ કરી રહ્યા છે. જેમા આ બાળકો અત્યાર સુધીમાં ૬૦૦૦ ઘરો,દુકાનો તેમજ ઓફિસે જઈ લોકોને વ્યસન મુક્તિ અંગે જાગૃત કરી વ્યસન છોડવાના શપથ લેવડાવ્યા હતા. જ્યારે ૨૫ મે ના રોજ કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ બીએપીએસ મોટા સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે કડી તેમજ કલોલના આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં જ્ઞાન વત્સલ સ્વામી લોકોને પારાવારીક સંબંધો અંગે વ્યાખ્યાન આપી લોકોને મંત્ર મગ્ન કરી દીધા હતા. પોતાના વક્તવ્યમાં તેમણે પરિવારને જાેડી રાખવા માટેના વિવિધ દાખલાઓ આપી લોકોને જાગૃત કર્યા હતા. તેમજ પ્રમુખ સ્વામીના જીવનના સત્કાર્યો વિશે ની ઝલક લોકોને સંભળાવી હતી.કલોલ તાલુકાના ભાડજ ગામ ખાતે પ્રમુખ સ્વામીના જન્મ તિથિએ શતાબ્દી મહોત્સવની ડિસેમ્બર માસમાં ઉજવણી કરવામાં આવનાર છે. જે નિમિત્તે સ્વામી જ્ઞાનવત્સલ ના સાનિધ્યમાં કડી કલોલ ના અગ્રણીઓની પંચવટીમાં આવેલ બીએપીએસ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.


