રાજકોટ
કચ્છના કંડલામાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી) એ શનિવારના રોજ જાહેરાત કરી હતી કે, તે દેશમાં આયાતની માગને પહોંચી વળવા વધુ બે ઓઇલ જેટી વિકસાવવામાં આવશે. બંદર હાલમાં ૧૨ એમએમટીપીએ (વાર્ષિક મિલિયન મેટ્રિક ટન) ની ક્ષમતા સાથે છ ઓઇલ જેટીઓનું સંચાલન કરી રહ્યું છે. ડ્ઢઁ્ અનુસાર, બે નવી જેટી ૧૩ મીટરની ઊંડાઈ સાથે અનુક્રમે ૬૫,૦૦૦ ડ્ઢઉ્ (ડેડ વેઇટ ટનેજ) અને ૮૦,૦૦૦ ડ્ઢઉ્ સુધીના મોટા કદના જહાજાેને હેન્ડલ કરશે. તે પોર્ટની ક્ષમતામાં પણ ૫.૫ સ્સ્ઁછ વધારો કરશે અને જહાજની રાહ જાેવાની અવધિમાં ઘટાડો કરશે. ડ્ઢઁ્ એ જણાવ્યું હતું કે, જેટી નં. ૭ સપ્ટેમ્બર સુધીમાં કાર્યરત થશે જ્યારે જેટી નં. ૮ આવતા વર્ષે એપ્રિલ સુધીમાં કાર્યરત થવાની ધારણા હતી. ડીપીટી, દેશનું સૌથી મોટું લિક્વિડ હેન્ડલિંગ પોર્ટ, પેટ્રોલિયમ ઉત્પાદનો, પેટ્રોકેમિકલ્સ, એસિડ્સ, લિક્વિફાઇડ ગેસ અને વનસ્પતિ તેલ સહિત જથ્થાબંધ પ્રવાહીનું સંચાલન કરે છે. ડ્ઢઁ્ ના ચેરમેન એસ કે મહેતાએ જણાવ્યું હતું કે, ડ્ઢઁ્ માત્ર ભારતનું જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાનું લિક્વિડ હબ બનવા માટે તૈયાર છે. વધતા વેપારની માગને પહોંચી વળવા દીનદયાલ પોર્ટ નવી ઓઈલ જેટી નં. ૭ અને ૮ અનુક્રમે રૂપિયા ૮૮ કરોડ અને રૂપિયા ૧૯૧ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ સાથે બંદરે ઓઇલ જેટી નં. ૯ થી ૧૧ને ઁઁઁ મોડ હેઠળ વિકસાવવામાં આવશે


