ગિરગઢડા તા 22
ભરત ગંગદેવ.
ડીસા નગરમાં પૂજ્ય શાસ્ત્રીજીની ગૌશાળા ખાતે તારીખ 11-3-2022 શુક્રવાર થઈ તારીખ 15-3-2022 મંગળવાર એમ પાંચ દિવસ માટે પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીના વ્યાસાસને ખૂબ જ પ્રેરણાદાયી ગૌકથા થનાર છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે.
આ ગૌકથા માટે ડીસાના શશીકાંતભાઈ ડી.ઠકકર, મણીભાઈ પટેલ,ભરતભાઈ ભાવિકવાળા, ભગવાનભાઈ બંધુ વિગેરે સાથે ચર્ચાવિમર્શ કરી રાજસ્થાનના કણોઢી ગૌશાળા ખાતે કથા માટે પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીને વિધિવત નિમંત્રણ આપી શ્રીફળ અર્પણ કરાયું હતું.
આ દિવ્ય અવસરે આજીવન ગૌસેવા માટે સાચા દિલથી સમર્પિત થયેલ ગૌભકતો સર્વ એલ.બી.સોનઘેલા, પ્રતાપભાઈ રૂપારેલ,જીતુભાઈ પંખી મહેશભાઈ ગણાત્રા,એલ.બી.પૂજારા,મહેશભાઈ ઉડેચા,ચંદ્રકાંતભાઈ સહિત સૌએ રાજસ્થાનના પવિત્ર ગૌશાળા કણોઢી(અજમેર) ખાતે રૂબરૂ જઈ પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીને શ્રીફળ અર્પણ કરી નિમંત્રણ આપ્યું હતું તેમજ કથાની વિશેષ સફળતા માટે આશીર્વાદ લીધા હતા


