Gujarat

ડોન બોસ્કો શાળા છોટાઉદેપુર મા 32 માં વાર્ષિક રમત ગમત દિન ની ઉજવણી કરવામાં આવી.

આજે ડોન બોસ્કો શાળમાં 32માં વાર્ષિક રમત ગમત દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં આજના મુખ્ય મહેમાન શિક્ષણ વિભાગ માં કલાસ ટુ અધિકારી એવા ડોન બોસ્કો ના માજી વિદ્યાર્થી રામસિંગ ભાઈ તેમજ અતિથિ વિશેષ તરીકે માજી વિદ્યાર્થી એવા ભૂતપૂર્વ સૈનિક બી. એસ. એ ફ. પારસિંગ ભાઈ આ કાર્યક્રમમાં હજરી આપી હતી. કાર્યક્રમમાં આચાર્ય ઈશ્વરભાઈ તેમજ સુપર વાયસર સર શૈલેષ સર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શિક્ષકો દ્વારા પણ આજે વિદ્યાર્થી ઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. આ સ્પોર્ટ્સ દિન માં ડોન બોસ્કો અંગ્રેજી શાળા છોટા ઉદેપુર ના બાળકોએ એ પણ વિવિધ રમત માં ભાગ લીધો હતો.. શાળા ના વિદ્યાર્થીઓએ દોડમાં ભાગ લઈ આજના દિન ને શફળ બનાવ્યો હતો.. શાળા ના શિક્ષકો એ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળાના મેનેજર ફાધર જોર્જ કાર્લોસ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કર્યો હતો..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221125-162212_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *