Gujarat

ડો. ટેડ્રોસને વડાપ્રધાન મોદીએ નવું નામ તુલસીરામ આપતા સૌ હસ્યાં

ગાંધીનગર
વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ ૨૦૨૨નું ઉદ્‌ઘાટન પ્રસંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ડબ્લ્યુએચઓના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે મને કહ્યું હતું કે, હું જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો મહત્વનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય છે. તેમજ તેમણે કહ્યું હતું કે, હું પાક્કો ગુજરાતી થઈ ગયો છું મારૂ નામ ગુજરાતીમાં રાખો. જેથી મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમી પર ગુજરાતીના નાતે ડબ્લ્યુએચઓના વડાને તુલસીભાઈ નામ આપું છું. પીએમ મોદીની આ વાતથી માહોલ એકદમ હળવો થઈ ગયો હતો અને હાજર બધા મહાનુભાવો હસી પડ્યા હતા. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, તુલસી તે છોડ છે જેને વર્તમાન પેઢી તો ભુલી રહી છે પરંતુ પેઢી દર પેઢી ભારતમાં દરેક ઘરની સામે તુલસીના છોડને વાવવું અને તેની પૂજા કરવી તે આપણી પરંપરા રહી છે. તુલસી એ છોડ છે, જે ભારતની આધ્યાત્મિક વિરાસતનો મહત્ત્વનો ભાગ છે. આજે આયુર્વેદની સમિટ યોજાઈ રહી છે તેમજ તુલસી આયુર્વેદ સાથે જાેડાયેલી છે. ત્યારે ડબ્લ્યુએચઓના વડાની ગુજરાત પ્રત્યે જે લાગણી છે તેમજ ગુજરાતી બોલવાનો તેનો હંમેશા પ્રયાસ રહ્યો છે ત્યારે ડબ્લ્યુએચના વડાને તુલસીભાઈ નામ આપવામાં મને વિશેષ આનંદ આવે છે. સમિટના ઉદ્‌ઘાટન સમારોહમાં મોરેશિયસના પીએમ પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્ર કાળુભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ ૨૦૨૨નું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રંસગે મોરેશિયસના પીએમ પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અનેક જાહેરાત કરી હતી. તેમજ મોદીએ ડબ્લ્યુએચઓના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું હતું. મોદીએ કહ્યુ હતું કે, ગુજરાતીના નાતે હું ડબ્લ્યુએચઓના વડાને તુલસીભાઈ નામ આપું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *