રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજી(કૃષિ વિમાન)ના ઉપયોગની ૧૦૦% રાજ્યકૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજી (કૃષિવિમાન)નો ઉપયોગ પુરુસ્કૃત યોજના અમલમાં મુકેલ છે. આ યોજના અન્વયે ડ્રોન દ્વારા પાકસંરક્ષણ રસાયણ/નેનોયુરિયા/FCOમાન્ય પ્રવાહીખાતરો/જૈવિક ખાતરના છંટકાવ માટે સર્વિસ મેળવવા ઈચ્છતા રાજ્યના ખેડૂતોએ પૂર્વ મંજુરી મળ્યેથી ખેતરમાં છંટકાવ માટે ડ્રોનથી છંટકાવની કામગીરી કરતી કોઈ પણ સંસ્થા/કંપની/કસ્ટમ હાયરિંગ સેન્ટર/એગ્રો સર્વિસ પ્રોવાઈડર/વ્યક્તિ દ્વારા છંટકાવ કરવાનો રહે છે.
જેમાં સહાયનું ધોરણ ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦ પ્રતિ એકર,પ્રતિ છંટકાવ,વધુમાં વધુ પાંચ એકરમાં અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા શિયાળુ પાકમાં પ્રવાહી ખાતરો/જૈવિક ખાતર/દવાના છંટકાવની કામગીરી ચાલુ હોય, આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આપના ગામના ગ્રામ સેવક અથવા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
આ યોજનાનો લાભ વહેલા તે પહેલાનાં ધોરણે આપવાનો રહે છે. આથી વધુમાં વધુ ખેડૂતો તુરંત જ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ગીર સોમનાથની એક યાદીમાં જણાવ્યું છે.
