Gujarat

ઢસા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપીને પકડી પાડતી એલ.સી.બી. બોટાદ   

અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર એ જીલ્લામાં રહેલ અપહરણના ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોલીયા એ આવા ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય દરમ્યાન બોટાદ જીલ્લાના ઢસા રે ગર.નં ૧૧૧૯૦૦૦૩૨૨૦૨૬૦ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો તા .૨૨ / ૦૭ / ૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય જેમાં ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપી બ્રિજેશભાઇ ઉર્ફે હિતેષભાઇ સુરેશભાઇ મકવાણા રહે.ઢસા શંકરપરા વાળી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયેલ હોય જે ગુન્હાના આરોપી તથા ભોગ બનનાર હાલ સુધી મળી આવેલ ન હોય જે અન્વયે બોટાદ એલ.સી.બી. ના ઇ.યા. પો.ઇન્સ. ટી.એસ.રીઝવી તથા એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ . બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ તથા હેડ કોન્સ . રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા ટેક્નીકલ સેલના પો.કોન્સ . હસુભાઇ અનકુભાઇ જેબલીયા તથા હેડ.કોન્સ પુરવભાઇ પ્રવિણભાઇ સોનાગરા તથા નાસતા ફરતા સ્કોડ ના હેડ.કોન્સ . રામદેવસિંહ દેવુભા મોરી નાઓએ સાથે ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ ની મદદ લઇ આરોપી તથા ભોગ બનનાર અંગે તપાસ શરૂ કરી આરોપી બ્રિજેશભાઇ ઉર્ફે હિતેષભાઇ સુરેશભાઇ મકવાણા જાતે – કો.પટેલ ઉ.વ .૨૫ રહે.ઢસા શંકરપરા તા.ગઢડા જી.બોટાદ વાળા તથા ભોગ બનનાર ને સુરતના કાપોદરા વિસ્તાર માંથી તા .૦૯ / ૧૦ / ૨૦૨૨ ના રોજ હસ્તગત કરી ગુન્હાના કામે આગળની કાર્યવાહી માટે ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે…

Screenshot_20221009-185333_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *