Gujarat

ઢીચડા-ગુલાબ નગર બાયપાસ રોડના કામ બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે ઢીચડા-ગુલાબનગર બાયપાસ રોડના વિકાસ બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ઉપસ્થિત રહેલ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી કટારમલ, જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી-જાડા તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીશ્રીઓએ મંત્રીશ્રી સાથે ઢીચડા-ગુલાબનગર સાઈડ બાયપાસના વિકાસ કામ બાબતે ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.અધિકારીશ્રીઓએ મંત્રીશ્રી સમક્ષ ઉપરોક્ત માર્ગ દરિયાઈ પટ્ટી નજીકનો માર્ગ હોય તેમજ જમીન ક્ષાર વાળી હોય આ રોડ ડામરના બદલે સી.સી.રોડ બનાવવા તેમજ ગ્રાન્ટની રકમમાં વધારો કરી આપવા મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરી હતી જે પરત્વે મંત્રીશ્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને સત્વરે કામ પૂર્ણ થાય તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *