Gujarat

તમામ વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારીશ્રીઓને ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન તેમજ રાજકીય આગેવાનો પાસેથી સૂચનો માગવામાં આવ્યા  

તા.૦૧/૧૦/૨૦૨૨ના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે જામનગર જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર શ્રી આર.બી.બારડ, ચેરમેનશ્રી, જી.પી.સી.બી., ગાંઘીનગરએ આજરોજ કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારી શ્રી કેસ.એસ. ગઢવી, તમામ વિઘાનસભા મતવિસ્તારના મતદાર નોંઘણી અઘિકારી અને મદદનીશ મતદાર નોંઘણી અઘિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં અધિકારીશ્રીઓને ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જિલ્લાના તમામ રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ બેઠક યોજી જરુરી સૂચનો માગવામાં આવ્યા હતા.

આ રિવ્યૂ બેઠકમાં શ્રી આર.બી. બારડે અધિકારીશ્રીઓને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વેગવંતો બનાવીને મતદારોની નોંધણી કરવી, આધારકાર્ડ લિંક કરાવવા, કોલેજોમાં જઈ ને 18 વર્ષ પૂર્ણ થયા હોય તે યુવાઓના મતદારયાદીમાં નામ નોંધવા, ડોર ટુ ડોર સર્વે કરવું વગેરે કામગીરી અંગેની રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. તેમજ કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી દ્વારા પણ ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે.એસ. ગઢવી, નિવાસી અધિક કલેકટર શ્રી બી.એન. ખેર, પ્રાંત અધિકારીશ્રીઓ, મતદાર નોંધણી અધિકારીશ્રીઓ તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

COLLECTOR-OFFICE-MEETING-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *