Gujarat

તમિલનાડુમાં હત્યા કરી ફરાર થયેલો ઓરિસ્સાનો ઇસમ મોરબીથી ઝડપાયો, તમિલનાડુ પોલીસને સોપાશે કાર્યવાહી

મોરબી
તમિલનાડુ રાજ્યમાં ખૂનના ગુનામાં નાસતા ફરતા ઈસમને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈને તમિલનાડુ પોલીસને સોપવાની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન તમિલનાડુ પોલીસ દ્વારા માહિતી મળી હતી કે, તમિલનાડુ રાજ્યના મઠીગીરી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં આરોપી પ્રમોદ નરેન્દ્ર ઓરિસ્સા વાળો નાસતો ફરતો હતો. જેથી એસઓજી ટીમે હુમન રિસોર્સ મારફત તપાસ કરતા આરોપી હાલ સોલો સિરામિક પાસે હોવાની બાતમી મળી હતી. જેથી એસઓજી ટીમે વોચ ગોઠવીને આરોપી પ્રમોદ નરેન્દ્રને દબોચી લઈને તમિલનાડુ પોલીસને સોંપવામાં આવ્યો છે. જે કામગીરીમાં એસઓજી પીઆઈ એમ.પી. પંડ્યા, પીએસઆઈ એમ.એસ. અંસારી સહિતની ટીમ જાેડાયેલી હતી.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *