Gujarat

તમે અમારાથી દૂર ગયા છો પણ તમે હંમેશા અમારા હૃદયમાં હમેશા જીવિત રહેશો,

 

પાવીજેતપુર મુસ્લિમ સમાજના અગ્રણી નુ અવસાન થતાં સમગ્ર વિસ્તાર માં શોક ની લાગણી જોવા મળી

*પાવીજેતપુર ના લઘુમતી સમાજના પ્રમુખ હાજી અબ્દુલ કાદર હાજી ઈબ્રાહીમ કુરેશી લાબી માંદગી બાદ વહેલી સવારે અવસાન થતાં પંથકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ મા ગહેરા શોકની લાગણી જોવા મળી*

છોટાઉદપુરજિલ્લા ના પાવી જેતપુર ના હાજી અબ્દુલ કાદર છેલ્લા ૪૦ વર્ષ થી લઘુમતી સમાજમા પ્રમુખ તરીકે સેવા બજાવતા હતા અને પોતાના કાળભાર દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજમાં એકતા જાળવી રાખી હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજના મહત્વના ગણાતા તહેવાર હોય કે પછી કોઈ પણ પ્રકારના કામો હોય દરેક નાના મોટા કામોમાં ખડે પગે હાજર રહી દરેક સમાજના કામો નું નિરાકરણ લાવી લોકો ના હિતમાં કામ કરી સમસ્યાનું સમાધાન લાવી નિરાકરણ લાવી કોમી એકતાના પ્રતીક ગણાતા એવા પાવીજેતપુરના અને આજુ બાજુના ગામના લોકો અને અગ્રણી આ ફાની દુનિયા છોડી જતા પાવીજેતપુર ના ગ્રામજનો માં દુઃખની લાગણી જોવા મળી હતી. અને હિન્દુ અને મુસ્લિમ ભારી સંખ્યામાં અંતિમ વિધિ મા ભારે જનમેદની જોવા મળી હતી. ખાસ ઉપસ્થિત રહેલા. છોટાઉદેપુર વિધાનસભા ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને જીલ્લાપંચાયતના પુર્વ વિરોધ પક્ષના નેતા જગાભાઈ , રાજેન્દ્રભાઇ મોહન સિંહ રાઠવા, રોહીત લલિત ભાઇ વકીલ, વડોદરા ડેરીના ડિરેક્ટર રણજીતભાઈ રાઠવા, પાવીજેતપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ અને પાવીજેતપુર નગરના અગ્રણીઓ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220520-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *