Gujarat

તરૂણોની રસીનો સ્ટોક ન આવતાં વિદ્યાર્થીઓને રસી લીધા વગર પરત ફરવું પડ્યું

અમદાવાદ
અમદાવાદ શહેરના સાતે ઝોન વચ્ચે રસીના માત્ર ૧૦ હજાર જેટલા ડોઝ વહેંચવામાં આવ્યા હતાં. આ ડોઝનો જથ્થો ખતમ થઈ ગયો હતો. એક સમયે સ્કૂલ સંચાલકોએ મ્યુનિ.માં જાણ કરી હતી તો રસીનો જથ્થો ગાંધીનગરથી આવી રહ્યો છે તેમ કહી વિદ્યાર્થીઓને બેસાડી રાખવામાં આવ્યા હતા. બે કલાક સુધી રસીની રાહ જાેયા બાદ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. મ્યુનિ. પાસે સાંજની સ્થિતિએ માત્ર પાંચ હજાર ડોઝ બચ્યા હોવાનું સૂત્રો કહે છે. ગાંધીનગરથી કોવેક્સિનનો અનિયમિત સ્ટોક આવતો હોવા અંગે મ્યુનિ. દ્વારા ગાંધીનગર આરોગ્ય વિભાગમાં વારંવાર રિમાઈન્ડર કરવામાં આવ્યું હતું તેમ છતા ગાંધીનગરથી માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. આ હિસાબે સ્કૂલ સંચાલકોએ મ્યુનિ. અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ રસી માટેના શિડ્યુલ બે દિવસ મોડા કરવા ર્નિણય કર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં કોરોનાના નવા ૩૧૧૮ કેસ નોંધાયા હતા. જે કેસ કરતાં ૧૯૧ ઓછા છે. જાે કે, સતત બીજા દિવસે ૧૦ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા હતા. ફેબ્રુઆરીના ત્રણ દિવસમાં જ કોરોનાથી કુલ ૨૮ દર્દીના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે ૪૩૯૭ દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. મ્યુનિ. દ્વારા શહેરમાં ૨૬૩૭૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં ૩૨૪૩ને પ્રથમ જ્યારે ૧૯૨૫૮ને બીજાે ડોઝ આપવામાં આવ્યા છે. ૩૮૭૩ લોકોએ એવા છે જેમણે પ્રિકોશન ડોઝ લીધો છે. તે ઉપરાંત શહેરમાં ૧૫થી ૧૮ વર્ષના ૧૦૨૦૪ કિશોરોએ વેક્સિનનો બીજાે ડોઝ અને ૧૧૧૩ કિશોરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. કેસની સમીક્ષાને આધારે મ્યુનિ. અધિકારીઓએ વધુ ૪ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂક્યા છે. આ સાથે ૧૨ વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટમાં દૂર કરવામાં આવ્યા છે. ત્યારે હવે શહેરમાં ૩૮ વિસ્તાર જ માઇક્રો કન્ટેઈનમેન્ટમાં રહ્યા છે. મ્યુનિ. અંદાજ મુજબ અમદાવાદમાં ૧૫થી ૧૭ વર્ષની ઉંમરના ૨.૬૦ લાખ બાળકો છે. આ પૈકી અત્યાર સુધી ૧.૯૯ લાખ બાળકોને રસીનો પ્રથમ ડોઝ મળી ચૂક્યો છે જ્યારે ૪૦ હજાર જેટલા બાળકોએ બંને ડોઝ લઈ લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *