Gujarat

તલાટીઓની હડતાળ બોડેલી સેવા સદન બહાર તલાટીઓ હડતાળ પર ઉતર્યા 

બોડેલી તાલુકા તલાટી મંડળ દ્વારા
પડતર પ્રશ્નોના નિકાલ માટે બોડેલી સેવા સદન ખાતે બોડેલી મામલતદાર અને TDO ને આપી
 તલાટીઓ હડતાળ પર ઉતર્યા હતા
 ગુજરાત  રાજ્ય તલાટી – મંત્રી મહામંડળ દ્વારા સને ૨૦૧૮ થી સતત લેખીત રજુઆત કરવા છતાં સરકારશ્રી દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલ ન હોવાથી
  વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવતા ગુજરાત રાજ્ય તલાટી – મંત્રી મહામંડળની તારીખ ૦૯/૦૭/૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ આગામી તારીખ ૦૨/૦૮/૨૦૨૨ થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે
 તલાટી – કમ – મંત્રી કેડરના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં તારીખ ૦૨/૦૮/૨૦૨૨ થી છોટા ઉદેપુર જિલ્લાન ના *તલાટીઓની હડતાળ! બોડેલી સેવા સદન બહાર તલાટીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220802124222.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *