Gujarat

તાપી નદીના કિનારે ભૂદેવોએ સામૂહિક જનોઈ બદલીનું કાર્યક્રમ યોજાયો

સુરત
શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે. કર્મનાથ મહાદેવ મંદિર તેમજ અન્ય અલગ અલગ સ્થળે આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને બ્રાહ્મણ સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જાે નવી ધારણ કરે છે. સૂર્યપુત્રી તાપી નદી કિનારે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. તાપી નદીના મહિમા શાસ્ત્રોમાં આલેખાયો છે સૂર્ય ઉપાસનાથી લઈને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પુણ્ય ફળ તાપી તટે મળે છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. કાપોદ્રા વિસ્તારના કર્મનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *