આણંદ
તારાપુરના મહિયારી ગામમાં રહેતી ૧૩ વર્ષિય વિદ્યાર્થિની શાળાએ જાય તે સમયે ગામના બે શખસો તેનો પીછો કરી પરેશાન કરતા હતા. આ અંગે આ બે શખસને ઠપકો આપતા તેમણે લાકડા દંડાથી હુમલો પણ કર્યો હતો. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. તારાપુરના મહિયારી ગામે રહેતા સચીન ઉર્ફે તેતરો સંજય વાળંદ અને દિલજીત ઉર્ફે દશરથ દેવીસિંહ ચૌહાણ બન્ને છેલ્લા કેટલાક સમયથી ગામની ૧૩ વર્ષની વિદ્યાર્થિની શાળાએ જાય તે સમયે પીછો કરી હેરાન કરતાં હતાં અને રસ્તામાં રોકી મારી સાથે બોલવું છે ? તેમ કહી છેડતી કરતાં હતાં. આ અંગે વિદ્યાર્થિનીના પરિવારજનને જાણ થતાં તેઓએ આ બન્ને શખસને ઠપકો આપ્યો હતો. આથી, બન્ને ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડાના દંડાથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તારાપુર પોલીસે સચીન વાળંદ અને દિલજીત ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


