Gujarat

તારીખ ૨૮ માર્ચ ૨૦૨૨ ના રોજ પે.સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત અને છતીસગઢ વિશે ક્વીઝ યોજાઇ હતી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા પે.સેન્ટર શાળા નંબર એકના એક ભારત શ્રેષ્ઠ ભારતના પોઇન્ટ પર્સન શ્રી શિલ્પાબેન  દેસાઈ દ્વારા સુંદર મજાની ક્વિઝનું આયોજન થયું હતું .જેમાં ધોરણ ૬ થી ૮ના કુલ ૧૬ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો .આ ક્વિઝમાં ચાર ટીમ હતી. શ્રેષ્ઠ ભારત, દિવ્ય ભારત ,ઉજ્જવળ ભારત અને અનુપમ ભારત .શ્રેષ્ઠ ભારત ટીમમાં સાફિન, વીરસિંગ,વિજય ને હાર્દિક હતા. જ્યારે દિવ્ય ભારત ટીમમાં  ફૈઝાન, આદિત્ય રેહાન અને અલ્ફાઝ હતા. જ્યારે ઉજજવળ ભારતમાં ટીમમાં ચતરેશ,દીપ, ચિરંજીવી અને જયદીપ હતા. તેમજ અનુપમ ભારત ટીમમાં અનિકેત,  મહંમદ માહીર,વિવેક અને નફિસે ભાગ લીધો હતો .આ ક્વિઝમાં કુલ ચાર રાઉન્ડ હતા. પહેલા અને બીજા રાઉન્ડમાં દરેક ટીમને પ્રશ્નો પુછાયા .જ્યારે  ત્રીજો અને ચોથો રાઉન્ડ બજર રાઉન્ડ હતો .તેમાં ઉજ્જવળ ભારત ટીમના મેમ્બર શ્રી સુહાગિયા દીપ દ્વારા તમામ પ્રશ્નોના  સાચા અને ખુબજ ઝડપી જવાબો અપાયા. સુહાગિયા દીપે પોતાની નિર્ણય શક્તિ, તર્કશક્તિનો  ઉત્તમ પરિચય આપીને ઓડિયન્સમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ તેમજ નિર્ણાયક શ્રીના પણ દિલ જીતી લીધેલ. ઉજ્જવળ ભારત ટીમ ના મેમ્બર સુહાગિયા દીપ,ચતરેશ, ચિરંજીવ તથા પરમાર જયદિપ ૨૧૫ માર્કસ સાથે પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયેલ. આ ક્વિઝમાં ગુજરાત અને છતિસગઢ વિશે પ્રશ્નો પુછાયા હતા. જેમાં છત્તીસગઢ વિશે સામાન્ય માહિતી એમનું પાટનગર, છત્તીસગઢ નામ શા માટે પડ્યું ? એમનો  પોશાક, તહેવાર ,લોકનૃત્ય એમના જિલ્લા સાક્ષરતા, લોકસભા તેમજ વિધાનસભાની બેઠકો, છતીસગઢની સરહદ વગેરે વિશે પ્રશ્નો પુછાયા હતા. દરેક રાઉન્ડના અંતે ઓડિયન્સમાં બેઠેલા બાળકોને એક પ્રશ્ન પુછાતો. જેનો સાચો જવાબ આપનારને શિલ્પા બેન દેસાઈ દ્વારા બોલપેન આપીને બાળકોને ઉત્સાહિત કરાયા .જેમાં આશિષ ,વિશાલ, નદીમ અને અશ્વિને સાચા જવાબ આપીને ઇનામ મેળવ્યું હતું નિર્ણાયક તરીકે શ્રી હિતેશભાઈ જોશીએ સેવા આપેલ .આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ. આચાર્ય સાહેબ શ્રી મહેશભાઈ જાદવે કવીઝમાંભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કરેલ.

IMG-20220405-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *