ગિરગઢડા તા
ભરત ગંગદેવ…
તાલાળા તાલુકાના રાતીધાર ગીર ગામે શ્રી રામજી મંદિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં ઘણા વર્ષો પછી રામજી મંદિર બનાવવા માટે ચુકાદો આવ્યો છે
ત્યારે અયોધ્યામાં અત્યારે ઘણા વર્ષો પછી અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશ માં ગામડે ગામડે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન ના મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે તેમના અનુસંધાને આજે તાલાલા તાલુકાના રાતીધાર ગીર ગામે શ્રી રામજી મંદિર નું ગ્રામજનો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ સમસ્ત ગ્રામજનો ની એકતા ના કારણે આ શ્રી રામલલા નું ભવ્ય મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે. ત્યારે સૌ ગ્રામજનોમાં ખુશી લાગણી જોવા મળી રહી છે આ રામ મંદિર સૌ ગ્રામજનો દ્વારા લોક ફાળો એકઠો કરવામાં આવ્યો છે. આ રામજી મંદિર 15 થી 25 લાખ રૂપિયા માં નિર્માણ પામશે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.


