Gujarat

તાલાળા ખાતે ૭મી જાન્યુઆરીએ જિલ્લાકક્ષાનું નારી સંમેલન યોજાશે  મહિલાલક્ષી યોજનાઓ-અધિકારોથી માહિતગાર કરાશે    

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
   ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ખાતે તા.૭મી આન્યુઆરીના રોજ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તાલાળા શહેરના રમળેચી રોડ પરની આહિર સમાજની વાડી ખાતે સવારે ૧૦ કલાકે યોજાનાર આ સંમેલનમાં ગુજરાત સરકારની મહિલાલક્ષી વિવિધની યોજનાઓ તેમજ બંધારણદત્ત સ્ત્રીઓના અધિકારોની જાણકારી આપવામાં આવશે.
ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ નારી અદાલતો શરૂ કરવામાં આવી છે. આ નારી અદાલતોના પ્રચાર-પ્રસાર માટે તેમજ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપી શકાય તેવા આશય સાથે ગીર સોમનાથ જિલ્લાકક્ષાનું નારી સંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ ગીર સોમનાથ, જિલ્લા નારી અદાલત, જિલ્લા આરોગ્ય વિભાગ, સમાજ સુરક્ષા, સમાજ કલ્યાણ, સહિતના વિભાગો દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવશે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી  ની યાદીમાં જાણવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *