સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————ગુજરાત રાજ્યમાં સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવવા માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઘણી બધી રમતો ,ખો-ખો ,કબડ્ડી, ચેસ ,યોગાસન ,લાંબી કુદ, ઉંચીકૂદ, સ્કેટિંગ, ગોળાફેક,ચક્રફેક, તરણસ્પર્ધા, જેવી ઘણી બધી રમતોનો સમાવેશ થાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લીધે ખેલ મહાકુંભ બંધ રહેલ પરંતુ હાર કોરોના મહામારી ઓછી થતા ૨૦૨૨માં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તાલુકા કક્ષાની યોગની અંડર ૧૪ની સ્પર્ધામાં પે.સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના બે વિદ્યાર્થીઓ પીપળીયા અક્ષય રસિકભાઈ તેમજ પઠાણ આમીર અમજદભાઈએ ભાગ લીધો હતો . જેમાં અક્ષયનો પ્રથમ નંબર જ્યારે આમીરનો બીજો નંબર આવેલો હતો. કોચ હિતેશભાઈ જોષી તથા પે.સેન્ટર શાળા નંબર ૧ ના આચાર્ય મહેશભાઈ જાદવ દ્વારા બંને વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભકામના આપવામાં આવેલ હતી.