જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કલેકટરશ્રી રચિત રાજ દ્વારા ૧૯ કર્મચારીઓની તાલુકા પ્રભારી સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા તાલુકાઓમાં થઇ રહેલા કામો અંગે માર્ગદર્શન આપવાથી લઇ સંકલન કરવાનું, વિવિધ કામોનું ફોલોઅપ લઇ સંકલન કરવાની કામગીરી કરવામાં આવશે. જેથી એનએસએપી સ્કીમ દ્વારા સારૂં પરિણામા મળ્યુ જ છે છતાં આ જ સ્કીમનું અમલીકરણ કરીને વધારે બહેતર પરિણામ મેળવી શકાશે.
માણાવદરમાં જે.વી.માકડિયા, પી.ટી.મકવાણા, વંથલીમાં પી.આર.રાયજાદા, એ.એસ.ચૌહાણ, મેંદરડામમાં એચ.પી. મેંદપરા, ડી.એન. રાઠોડ, માળિયામાં વી.એલ.ચાવડા, ટી.કે.ભૂતૈયા, કેશોદમાં આર.સોલંકી, ઝલકબેન સગરકા, માંગરોળમાં ડી.એન. સોનાર, સી.એસ.મુનિયા, જૂનાગઢ શહેરમાં બી.પી કણસાગરા, ડી.એન. શોભાસણા, જૂનાગઢ ગ્રામ્યમાં પી.એ.કહોર, વિસાવદરમાં ડી.બી.પાટડિયા, સોનલબેન વોરા, ભેંસાણમાં કૃપાબેન મહેતા, પુષ્પાબેન ઝાલાની નિમણૂક કરાઇ છે.
