Gujarat

તા.૦૪/૧૨/૨૦૨૨ ના રોજ તથાગત ગૌતમ બુદ્ધ અને મહામાનવ વિશ્વ વિભુતી, બોધ્ધિ સત્વ, ભારત રત્ન બાબા સાહેબ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા.૦૪/૧૨/૨૦૨૨ ના રોજ તથાગત ગૌતમ બુદ્ધ અને મહામાનવ વિશ્વ વિભુતી, બોધ્ધિ સત્વ, ભારત રત્ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી ની પ્રેરણાથી ‘જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ સાવરકુંડલા સંચાલિત “રાજરત્ન પુસ્તકાલય”  હાથસણી રોડ, ખોડિયારનગર સાવરકુંડલા, ડો.બાબાસાહેબ આંબેડકર ના ત્રિસુત્ર ‘શિક્ષિત બનો’ ‘સંગઠિત બનો’ ‘સંઘર્ષ કરો’ પ્રથમ સૂત્ર ‘શિક્ષિત બનો’ સાર્થક કરીએ. વાંચક મિત્રો દ્વારા ‘રાજરત્ન પુસ્તકાલય’ માં સાહિત્ય- પુસ્તકોનું નિ:શુલ્ક વાંચન કરેલ તેમજ સંસ્થા માં નામ નોંધણી કરાવ્યાં બાદ વાંચવા માટે પુસ્તકો લઈ ગયેલ હતા તેમજ પુસ્તકો જમા કરાવેલ હતા, તેમજ મુખ્ય મહેમાન આયુ. મનસુખભાઈ આર.વાળા (શિક્ષક થોરડી, ‘શબદ ગ્રુપ’ સંચાલક) ના સુપુત્ર આયુ. વિહાન ના જન્મ દિવસ નિમિત્તે રુ.૧૦૧/- (અંકે રુપિયા એકસો એક) શુભેચ્છા દાન ભેટ (સાહિત્ય માટે) મળેલ છે,જે બદલ ખૂબ ખૂબ આભાર, જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ દ્વારા આયુ.વિહાન
ને જન્મદિવસ નિમિત્તે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ નિ:શુલ્ક વાંચન અભિયાન પ્રવૃતિમાં હાજર રહેલ તમામ મિત્રોનો ખુબ ખુબ આભાર પણ માન્યો. દર રવિવારે સમય: ૪:૩૦ થી ૬:૩૦ દરમ્યાન પુસ્તકાલય ખુલુ રહેશે તેમજ વાંચક મિત્રોને આ અભિયાનમાં જોડાવા વિનંતી. તેવું ‘જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ સાવરકુંડલા (મો.૯૪૦૯૪ ૪૮૧૪૮) એ એક યાદીમાં જણાવેલ છે.

IMG-20221205-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *