ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનર દ્વારા આયોજીત મુખ્ય અધિકારી નગર પાલિકા વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૧૮/૧૨/૨૦૨૨ ના રોજ જૂનાગઢના ૨૭ પરીક્ષા કેન્દ્રો પર ૩૦૦ બ્લોકમાં યોજાશે. જેમાં ૭૧૮૯ ઉમેદવાર પરીક્ષા આપશે. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારે કેલક્યુલેટર, સેલ્યુલર, મોબાઇલ ફોન અને અન્ય કોઇપણ કલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ કે ડીવાઇસ પરીક્ષામાં સાથે લાવવાના નથી તેમ નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવ્યું છે.
