Gujarat

તા.૧ ઓકટોબરના રોજ ટાઉનહોલ ખાતે વોર્ડ નં.૧ થી ૪ નો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે  

જામનગર શહેરના વોર્ડ નં.૧ થી ૪ નો સેવા સેતુ કાર્યક્રમ આવતીકાલ તા.૧ ઓકટોબરના રોજ સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં મહાનગપાલિકાના વિભાગો જેવા કે જન્મ મરણના દાખલાઓ, લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, પ્રોપર્ટી ટેક્સના પ્રશ્નો, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્દાઓ વ્યક્તિગત રીતે જે કોઈ અરજદારના હોય તે ઉપરાંત સરકારની સેવાઓ જેમકે આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, રાશનકાર્ડ, ક્રીમીલેયર સર્ટિફિકટ, જાતિનો દાખલો,પી.જી.વિ.સિ.એલ.લગતના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પછાતવર્ગ વિભાગ હસ્તક દાખલાઓ અને સર્ટિફિકેટ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગત મુદ્દાઓ, આધાર કાર્ડ, બેંકલોન અંગે માર્ગદર્શન વગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *