ભરત ગંગદેવ.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો જુલાઈ-૨૦૨૨ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭ જુલાઈ, ૨૦૨૨ને ચોથા બુધવારે મામલતદાર કચેરી લાઠી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તેઓ તા.૧૮ જુલાઈ, ૨૦૨૨ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ અથવા ટપાલથી મળી જાય તે રીતે મામલતદાર કચેરી, લાઠી ખાતે મોકલી આપવી. સામુહિક કે નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા નહિ. અરજીના મથાળે મોટા અક્ષરે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ અવશ્ય લખવાનું રહેશે તેમ મામલતદાર લાઠીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
