મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ ની ક્લમ-૮૪(૧) હેઠળ દરેક મંડળીઓનું ઓડીટ કરાવવું ફરજીયાત છે. જે અન્વયે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ નડિયાદની કચેરી દ્વારા ખેડા જિલ્લામાં આવેલ તમામ હાઉસીંગ તથા હાઉસીંગ સર્વિસ સોસાયટીઓના હોદ્દેદારોને જણાવવામાં આવે છે કે જે હાઉસીંગ તથા હાઉસીંગ સર્વિસ સોસાયટીઓના ઓડીટ બાકી છે તેઓએ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ નડિયાદની કચેરીમાં તા.૩૦/૧૨/૨૦૨૨ તથા તા.૩૧/૧૨/૨૦૨૨ ના રોજ પોતાની મંડળીનું દફતર લઇ રૂબરૂમાં આવી ઓડીટ બાકી હોય ત્યાર થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીનું ઓડીટ પૂર્ણ કરાવી લેવાનું રહેશે. જો તેમ કરવામાં કસૂર થશે તો અત્રેથી જે તે મંડળીના હોદ્દેદારો સામે કાયદાકીય જોગવાઇઓ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ કાર્ય માટેના કેમ્પનું સ્થળ જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ નડીઆદની કચેરી સી/૨૦૧,બીજો માળ, સરદાર પટેલ ભવન,મીલ રોડ, નડીઆદ ખાતે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનું રહેશે.
