સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર કેવી શાન અને સમજ સાથે સમજદાર અશ્ર્વ રસ્તો ઓળંગી રહ્યો છે. કહેવાય છે ને કે તેજીને ટકોરો જ હોય.. સાવરકુંડલા શહેરનો આ માર્ગ હમેશાં વાહનવ્યવહારથી હર્યોભર્યો જ જોવા મળે છે. હાથસણી રોડ દ્વીમાર્ગી તો થયો. અને આ રસ્તા પર પૂરપાટ ઝડપે જતા વાહનોના ભયની વચ્ચે લોકોને ચાલવા માટે ફૂટપાથના કોઈ ઠેકાણા જ નથી.. તંત્ર દ્વારા આ અશ્ર્વની ભાષા પણ સમજવામાં આવે તો એ પણ એમ જ કહેતો હશે કે હવે તો ફૂટપાથ બનાવો સરકાર. કે જેથી કરીને આ રસ્તા ઉપર વયોવૃદ્ધ, સગર્ભા ગૃહિણી તથા નાના નાના ભૂલકાઓ શાંતિથી ચાલી શકે. અને કોઇ વી. વી. આઈ. પી. મહેમાનોનો કાફલો આ રોડ પરથી પસાર થાય ત્યારે આમજનતાને પોતાના ગંતવ્ય સ્થાને જવા આવવામાં કોઈ મુશ્કેલી ન નડે.

