મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
દેવ દિવાળીના પવિત્ર દિવસે ખોડલ રાજા ગ્રુપ તોરણા દ્વારા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર કપડવંજ ના સહયોગથી ખોડીયાર માતાના મંદિર તોરણા મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ વીસ જેટલા સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જીગરભાઈ શર્મા, હરેશભાઈ સોલંકી, ભાવિકભાઈ સોલંકી, જીતેન્દ્રભાઈ તેમજ તેમના મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમમાં તમામ રક્તદાતાઓને એચ.ડી.એફ.સી. બેંક દ્વારા એક સ્મૃતિભેટ wbo હેડ ચિંતનભાઈ શાહના હસ્તે આપવામાં આવી હતી. રેડક્રોસ બ્લડબેંકના મેડિકલ World ડૉ. મનુભાઈ ગઢવી, સીનિયર લેબ. ટેકનીશીયન મેઘા શાહ તથા તેમની ટીમે કાર્યક્રમ ને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.