Gujarat

ત્રણ  પુત્રો સાથે માતા ગુમ થયેલ છે

પાવી જેતપુરના બોરકંડા ગામના ઇંગલીબેન ગોવિંદભાઇ રાઠવા ઉ.વ 43 પોતાના ઘરેથી તેમના ત્રણ બાળકો શર્મિલા, ઉ.વ.09, ઘનશ્યામ ઉ.વ.04 અને ધ્રુમિલ ઉ.વ.06 માસ, ને લઈને પિયર માં જવાનું કહીને ચાલતા ઘરેથી નીકળી પિયરની બદલે અન્ય કોઈ જગ્યા પર જતા રહેલ છે. તેમના પતિના જણાવ્યા અનુસાર તેમની માનસિક સ્થિતિ બગડી જતા તેઓ  ઘરેથી ચાલ્યા ગયેલ છે. ઇંગલીબેનનો બાંધો મધ્યમ, રંગે ઘઉં વર્ણના અને શરીરે  પીળા રંગની સાડી પહેરેલ છે. ગુજરાતી ભાષા બોલે છે અને સમજે છે. તેઓ તેમની સાથે તેમના ત્રણ બાળકોને પણ લઈ ગયેલ છે. કોઈને આ ગુમ થનારા લોકોની ભાલ મળે કે ખબર પડે તો કદવાલ પોલીસ સ્ટેશન નો ફોન નં.7433975937 પર સંપર્ક કરવા વિનંતી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

WhatsApp-Image-2022-09-02-at-5.17.31-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *