ગિરગઢડા
ભરત ગંગદેવ…
ને રવિવાર ના દીને ત્રિસ્પૃશા એકાદશી છે, આ દિવસે અગિયારસ, બારસ, તેરસ આમ ત્રણ તિથિનો સંપુટ છે, આથી આ એકાદશી ને ત્રિસ્પૃશા એકાદશી કહેવાય છે અને સૌથી મોટી એકાદશી છે. એનો ઉપવાસ કરવાથી 1000 એકાદશી ઉપવાસ કર્યા નું પુણ્ય ફળ પ્રાપ્ત થાઇ છે. માણસ 40 વર્ષ સુધી એકાદશી નો ઉપવાસ કરે ત્યારે તેની 1000 એકાદશી નો ઉપવાસ થાઇ છે આમ 40 વર્ષ નું પુણ્ય તમને એકજ દિવસ માં પ્રાપ્ત થાય છે તેમજ એ એકાદશી નું ફક્ત મહાત્મ વાંચવાથી કે સાંભળવાથી 1000 ગૌ દાન નું ફળ પ્રાપ્ત થાઇ છે, આથી સર્વ ભક્તજનોને આનો લાભ લેવા હૃદયપૂર્વક નમ્ર વિનંતી છે.
તા. 1/03/2022 ને મંગળવારે મહાશિવરાત્રિ છે, એનું વ્રત કરવાથી શિવપૂજન અને રાત્રી જાગરણ કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
તા. 2/03/2022 ના રોજ દ્વાપર યુગાદી તિથિ છે આ દિવસે સ્નાન, દાન, જપ, ધ્યાન, હવન કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે.
