રાજકોટ
રાજકોટના વિરાણી ચોક નજીક રામકૃષ્ણનગરમાં સહેલી સાથે ભાડાના મકાનમાં રહેતી ૨૫ વર્ષની પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેની સાથે રહેતી સહેલીએ બચાવી હોસ્પિટલમાં ખસેડી હતી. પરિણીતાએ જણાવ્યું હતું કે,પોતે સાતેક વર્ષ પહેલાં પોતાની જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને છ વર્ષ સાથે રહ્યા બાદ સાસુ અને પતિ ત્રાસ આપતા હતા કે તને સંતાન નથી થતા રૂ.૫૦ હજાર આપી છુટાછેડા આપી દે જેથી અલગ પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા આવી ગઈ હતી. પોતે બ્યુટી પાર્લરમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. પતિ ફોન કરી કહે છે કે તારે બીજા સાથે લફરું છે અને ચારિત્ર્ય પર શંકા કરતો હતો. જેથી કંટાળી પગલું ભરી લીધું હતું. આ અંગે હાલ પોલીસે યુવતીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. લોધિકાના પાળ ગામે રહેતા યુવકે ગઈકાલે તેમની વાડીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ૨૦૨૦ની સાલમાં ભાયું ભાગમાં આવેલી બે એકર જમીન બ્રોકર તેજા નાજા રાકસીયાએ વેંચી હતી જે મામલે તે અવાર નવાર દસ્તાવેજની માંગણી કરતો હોય જેથી પગલું ભરી લીધું હતું. યુવક એગ્રીકલચર નેસ્ટ પમ્પ નામના કારખાનામાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ લોધિકા પોલીસ નિવેદન નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી કરી છે. જામનગરના ધ્રોલ રહેતો રાજુ રાત્રે મેટોડામાં પાઠક સ્કૂનલ પાસે હતો ત્યાકરે બોઘા વકાતર સહિતના શખ્સો.એ ધોકાથી બેફામ માર મારતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને તેને છોડાવ્યો્ હતો. બાદમાં ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિોટલમાં દાખલ થતાં હોસ્પિોટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. રાજુભાઇએ જણાવ્યુંો હતું કે પોતાને ચાર સંતાન છે. ત્રણેક વર્ષ પહેલા પોતે ધ્રોલથી જાેડીયા રિક્ષા લઇને જતો હોઇ એક મહિલા સાથે ઓળખાણ થઇ હતી. હાલમાં તેણી મેટોડા રહે છે. અગાઉ તેણીના પતિએ આ બાબતે ઝઘડો કર્યો હતો. સાંજે મહિલાએ ફોન કરીને બોલાવતાં પોતે વાત કરવા રિક્ષા હંકારી મેટોડા આવ્યોઝ હતો અને મહિલા સાથે વાત કરતો હતો ત્યાંત તેણીના સંબંધીઓએ આવી હુમલો કર્યો હતો. પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
