ગાંધીનગર
દહેગામના બહીયલ ગામે રહેતાં બળદેવભાઈ દંતાણી ઘરે હાજર હતા. ત્યારે તેમના કુટુંબી ભાઈ સુનીલ દંતાણીએ તેમને જણાવ્યું હતું કે તેઓ બહીયલ ગામની સીમમાં કનીપુર રોડ પર આવેલા મરઘા ફાર્મમાં મજૂરી કરે છે. જ્યાં રોડ ઉપર બળદેવભાઇના કાકાનો દીકરો મહેશ ચેલાભાઈ દંતાણી અને યોગેશભાઈ જીવણભાઈ દંતાણી કનીપુરથી બહીયલ બાઈક ઉપર આવી રહ્યા હતા. ત્યારે એક આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી બાઇકને ટક્કર મારી હતી. જેનાં કારણે મહેશ અને યોગેશ ઉછળીને રોડ પર પટકાયા હતા. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી મહેશનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે યોગેશને ઈજાગ્રસ્ત હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેના પિતા જીવણભાઈ લઈ ગયા હતા. જાે કે સિવિલ હોસ્પિટલમાં યોગેશનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે બળદેવભાઈએ ફરિયાદ આપતાં દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.દહેગામના બહીયલ-કનીપુર રોડ ઉપર આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી બાઇકને ટક્કર મારતાં બે મજૂરોનાં કરૂણ મોત નિપજતાં દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
