Gujarat

દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતાં ૬ લોકોનું દાઝી જવાથી મોત

ભરૂચ
દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં આ જે પ્લાન્ટ છે એ મિક્સોલ્વન્ટ પ્લાન્ટ છે અને એમાંથી ડિસ્ટીલ્યુશનનું કામ કરે છે અને એમાંથી અલગ અલગ રસાયણો બનાવે છે. એ દરમિયાન રિએક્ટરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થઈને પછી આગ લાગવા પામી હતી. અંદર છ કામદારો કામ કરતા હતા એ તમામનાં મૃત્યુ નીપજ્યાં હતાં. તમામની લાશને સિવિલ ખાતે મોકલવામાં આવી છે. આ કંપની એક-સવા વર્ષથી કામ કરે છે. હાલમાં પરિસ્થિતી નિયંત્રણ હેઠળ છે અને આગ બુઝાવવામાં આવી છે. હવે આમાં વધુ માહિતી એફએસએલની ટીમ અને અન્ય ટીમોની તપાસ બાદ જાણવા મળશે. કંપનીમાંથી આ આગની ઘટના બાબતે કોલ આવ્યો હતો અને એમ જણાવવામાં આવ્યું હતું કે અમારા સંબંધીઓની લાશો નથી મળતી. પણ જ્યારે અમે અહિં કંપનીએ પહોંચ્યા ત્યારે એમ જાણવા મળ્યું કે એ લોકોને સિવિલ લઈ ગયા છે. આ ઘટનામાં તમામ છ લોકોના મોત નીપજ્યાં હોવાનું વસંતભાઈ પાસેથી જાણવા મળ્યુ હતું. એમને ચિરાગભાઈનો કોલ આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં વિકરાળ આગ લાગી હતી. જેમાં મારા ભાઈનો સાઢુભાઈ પ્રકાશભાઈ જે આ કંપનીમાં હતો એમનું મોત થયું છે. એટલે અમે અંકલેશ્વરથી સવારના છ વાગ્યાથી અહિંયા હાજર છીએ. આવ્યા ત્યારથી અમે ગેટની પાસે જ ઉભા છીએ હજું અંદર પ્રવેશ નથી કર્યો. અમે આવ્યા એ પહેલા લાશોને સિવિલ ખાતે ખસેડવામાં આવી છે.ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૬ કામદાર બળીને ભડથું થયા હતા. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમિયાન જ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. બનાવને પગલે ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જાેકે આગ એટલી વિકરાળ હતી કે એમાં ૬ કામદારનાં દાઝી જવાથી મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મૃતકોનાં પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જાેવા મળી હતી. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *