અંબાજી
અંબાજીના દાંતા તાલુકાના ભેમાળ ગામે એક શખ્સે તેની પત્નીને ત્રણ તલાક આપ્યા હતા. જે ત્યાંથી પોતાના પિયર જીતપુર ગામે આવી હતી. જ્યાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેના મૃતદેહને દાંતા પીએચસીમાં પીએમ અર્થે ખસેડાયો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.દાંતા પંથકમાં એક મુસ્લિમ પરિણીતાએ પતિના ત્રણ તલાકથી લાગી આવતા પોતાના પિયરમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ દાંતા તાલુકાના જીતપુર ગામના સમીમબાનું ઇમરાનખાન પઠાણ (ઉ.વ ૩૫) ના લગ્ન દાંતા તાલુકાના ભેમાળ ગામે થયા હતા. જ્યાં તારીખ ૯ જુલાઈ ૨૦૨૨ની પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે ઝઘડો ઉગ્ર થતાં ઉશ્કેરાયેલા પતિએ ત્રણ વાર તલાક બોલી તલાક આપ્યા હતા. આથી સમીમબાનું તેમના પિયર જીતપુર જતા રહ્યા હતા. અને પોતાના પતિએ તલાક આપી દીધા હોવાનું મનમાં લાગી આવતા ગુરુવારે પિયરમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં પરિવાર તેમજ આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. ગામમાં અરેરાટી સાથે શોક પ્રસરી જવા પામ્યો હતો. જ્યાંથી સમીમબાનુંનો મૃતદેહ દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટર વત્સલ જાેશીએ પીએમ કર્યું હતું. જાેકે ઘટના અંગે દાંતા પીએસઆઇ અજય યાદવને વારંવાર ફોન કરવા છતાં તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.
