Gujarat

દાંતા તાલુકામાં અંબાજી ખાતે ભાજપમા જોડાયા કોંગ્રેસના પૂર્વ ડેલિકેટ કોનાભાઈ પરમાર ૮૦ થી વધુ કાર્યકર્તાઓ સાથે

*કટર કોંગ્રેસી વિરમાજી નોનાજી પરમાર પણ કેસરિયો ધારણ કર્યો*
*આમ આદમી પાર્ટીનો છેડો ફાડી નાથાભાઇ બાધાભાઈ બીજેપીમાં જોડાયા*
ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌ પક્ષો તળાવમાં તૈયારીઓ કરી રહ્યા છે અને પોતાના ઉમેદવાર અને પાર્ટીથી નારાજ કાર્યકર્તાઓ પક્ષ પલટો પણ કરી રહ્યા છે અંબાજી ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ ડેલિકેટ કોનાભાઈ પરમાર 80 થી વધુ કાર્યકર્તાઓ સાથે બીજેપીમાં જોડાયા અને તેમની સાથે કટર કોંગ્રેસી વિરમાજી નોનાજી પરમાર પણ કેસરિયો ધારણ કર્યો હતો આવનાર નવા કાર્યકર્તાઓ ના સ્વાગતમાં એસ.ટી મોરચા અધ્યક્ષ રામલાલજી રણોરા અને ખેતરામ કાલમા તથા ગમાંજી ખરાડી પૂર્વ વિધાનસભા ઉમેદવાર આવનાર કાર્યકર્તાઓ નું કેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું અને આપ આદમી છોડી નાથાભાઈ બધાભાઈ પણ ભાજપામાં તેમના સમર્થકો સાથે જોડાયા હતા હાલનો ચિત્ર જોઈ લાગી રહ્યું છે કે મોટી સંખ્યામાં વિરોધ પક્ષના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે ૮ તારીખે રીઝલ્ટ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી બાજી મારે છે કે પછી કોંગ્રેસ આ સીટ ઉપર યથાવત રહે છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *