*આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા વર્ષોથી પરંપરાગત યજ્ઞ કરવામાં આવે છે*
યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ના નામે ઓળખાય છે દર વર્ષે લાખો યાત્રિકો માના દર્શને આવતા હોય છે હાલ નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે આજે નવરાત્રી નું આઠમું નોરતું છે અને આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા વર્ષોથી પરંપરાગત યજ્ઞ કરવામાં આવે છે અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સામૈયુ કરીને રાજવી પરિવારને યજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે
સૌપ્રથમ રાજવી પરિવાર અંબાજી મંદિર માતાજી ના દર્શન કર્યા અને આસો સુદ આઠમ નિમિત્તે યજ્ઞશાળામાં યજ્ઞ યોજાયો હતો અને રાજવી પરિવાર યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા અંબાજી મંદિર દર્શન આવનાર યાત્રિકો રાજવી પરિવાર ને જોવા માટે આતુર હતા રાજવી પરિવારે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તે હવનમાં જોડાયા હતા વર્ષોથી ચાલતી આવતી પરંપરા આસો સુદ આઠમ ના દિવસે રાજવી પરિવાર દ્વારા આઠમ નો હવન કરવામાં આવે છે આઠમના દિવસે રાજવી પરિવારના દરેક સભ્યો અંબાજી મંદિર ખાતે ઉપસ્થિત રહે છે અને હવન માં જોડાય છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

