પોલીસનો ડર રાખ્યા વગર બૂટલેગરનો ધંધો ધમધમી રહ્યો છે
રાજકોટ જિલ્લાનાં ઉપલેટા શહેરના અનેક વિસ્તારની કે જ્યાં ગુજરાતમાં દારૂબંધીની કોઈ કાયદો લાગતો નથી. અને ખુલ્લેઆમ દેશી દારૂ ના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમે છે ઉપલેટા પોલીસ સ્ટેશનની હદમાં ઠેરઠેર દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો ઉપલેટામાં વિડિઓ કેમેરામાં કેદ થયો છે. જેમાં એક બૂટલેગર દૂધના પાઉચ વેચતો હોય તેમ દેશી દારૂની કોથળીઓ ખુલ્લેઆમ વેચતો હોય તેવું દ્રશ્યમાન થાય છે. બૂટલેગર દ્વારા પોલીસને હપ્તા પહોંચી જાય છે કે પછી બૂટલગેરને પોલીસનો ડર નથી તેવા અનેક સવાલ લોકોના મનમાં ઉઠ્યા છે.
જ્યાં લોકોની અવરજવર અને નાંના બાળકોનું ભવિષ્યનું ઘડતર થઈ રહેલ છે તે જગ્યા પર ઉપલેટાનાં રેલવે સ્ટેશન પાસે આવેલ આંગણવાડીમાં દારૂ સંતાડવામાં આવે છે અને ગેટની આગળ વેચવામાં આવે છે. ઝાઝા રૂપિયા કમાઈ લેવાની લાઈમાં ઉપલેટાના બુટલેરોએ નવો કીમિયો શોધી કાઢ્યો જેમાં નાના અને જરૂરીયાત વાળા માણસોને ભાડે રાખી વહેચવામાં આવી રહ્યો છે ઉપરાંત ઉપલેટાના સ્મશાન રોડ ઉપર ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાય રહ્યો છે. એટલું જ નહીં અહીં દારૂ વેચવા અને ખરીદવા આવતા લોકોમાં પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય પણ દેખાતો નથી. એક બાદ એક લોકો દૂધના પાઉચ ખરીદવા આવતા હોય તેવી રીતે આવે છે. વેચાણ કરનાર બૂટલેગરને કોઈ પણ ભય વિના આરામથી બધાને પ્રસાદીની માફક દારૂની કોથળીઓ આપી રહ્યો છે.ત્યારે વેચનાર ઉપર પોલીસનાં ચારેય હાથ હોય તેવું સ્પષ્ટ જણાય રહ્યાની ચર્ચા લોકોમાં ઉઠી છે.
ઉપલેટાના સ્મશાન રોડ ઉપર આમ તો દારૂનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ ખાસ દેશી-વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અહીં મહિલાઓ દ્વારા જ દારૂ વેચવામાં આવી રહ્યો છે.સ્થાનીક પોલીસ તંત્ર દ્વારા શહેરી વિસ્તારોમાં પેટ્રોલીંગ અને સુરક્ષાની વાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક દેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિઓ રોકવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે દેશી દારૂની ભઠ્ઠી સહિત તેના વેચાણ માટે નિયમીત બુટલેગરો દ્વારા પોલીસને મોટીરકમના હપ્તાઓ આપવામાં આવતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
શહેરની મધ્યમાં અમુક ભરચક અને રહેણાંક વિસ્તારોમાં દેશી દારૂ બનાવી તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. તાલુકામાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. બુટલેગરો અને તેમનાં સાગરીતો દ્વારા જરૂરીયાત મુજબનો દેશી દારૂ બનાવવામાં આવતો હોય છે જેમાં સામાન્યથી લઈ વધુ નશો ચડે તે પ્રકારની અલગ-અલગ ક્વોલીટી ધરાવતો દેશી દારૂ પણ બનાવવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરો રૂા.૧૦ થી લઈ રૂા.૫૦, ૧૦૦ની કોથળીઓ અને વધુ જરૂરીયાત હોય તો દેશી દારૂનું પાંચ લીટરનું કેન પણ ભરી વેચાણ કરતાં હોવાનું બહાર આવ્યું છે જ્યારે અમુક દેશી દારૂની હાટડીઓ પર વ્યસનકારોને દેશી દારૂ સાથે બાઈટીંગ અને બેસવાની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે આમ રાજકોટ જિલ્લાનાં ઉપલેટામાં દેશી દારૂની બદીએ માઝા મુકી છે છતાં તંત્ર સબ સલામત હોવાના દાવાઓ કરી રહ્યું છે.