વડોદરા
વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતી એક મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જણાવ્યું હતું કે, મારો પતિ દારૂ પીને મને માર મારે છે. જેને આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે નશાની હાલતમાં નિતિનભાઇ પૂનમભાઇ પરમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં ગોરવાના એક યુવકે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો કે, ગોરવા બદ્રીપ્રસાદ સ્કૂલ પાસે પંચવટી સોસાયટીમાં મારા મિત્રના પપ્પા તેમના ઘરના સભ્યો સાથે ઝઘડો કરે છે. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નશામાં ધૂત હર્ષદભાઇ રમણભાઇ ખ્રિસ્તીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં દારૂ પીને ધમાલ કરતા પિતા, પતિ કે પુત્રને પકડાવ્યાની ઘટના છાશવારે બની રહી છે. એક તરફ પોલીસ બુટલેગરોને ડામવા પ્રયાસ કરી છે તો બીજી તરફ દારૂડિયાઓને દારૂ મળી રહ્યો છે.વડોદરાના ફતેગંજમાં દારૂ પીને માર મારતા પતિને પત્નીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી પકડાવી દીધો છે તો બીજી તરફ શહેરના ગોરવામાં પણ યુવકે દારૂ પી પરિવારજનો સાથે ઝઘડો કરતા મિત્રના પિતાને ઝડપાવી દીધાની ઘટના સામે આવી છે.