દાહોદ
દાહોદ તાલુકાના કઠલા ગામની યુવતિએ પ્રેમી સાથે મળીને ૪ માસ પહેલાં જ જેની સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. તે પતિની ૩૦ હજાર રૂપિયાની સોપારી આપીને હત્યા કરાવી નાખી હતી. આ હત્યામાં કઠલા, વડબારા અને ઇટાવા ગામના યુવાનોના નામ ખુલ્યા છે. મેઘનગરથી કઠલા આવતાં પતિનું લોકેશન મેળવીને યુવતિએ જ હત્યારાઓને આપ્યા બાદ અપહરણ કરીને ગળેટુંપો દઇને લાશ જંગલમાં ફેંકી દેવાઇ હતી. ઝાબુઆ પોલીસે હાલ યુવતિ અને તેના પ્રેમીની ધરપકડ કરીને ફરાર ત્રણ હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતી આરતીના લગ્ન જાન્યુઆરી માસમાં મધ્ય પ્રદેશના મેઘનગર ગામના લકી પંચાલ સાથે થયા હતાં. આરતીને કઠલા ગામના જ ગામના જ ૨૨ વર્ષિય રોહિત ભારત રાજપુર સાથે છેલ્લા ૮ વર્ષથી પ્રેમ સબંધ હતો. લગ્ન બાદ રોહિત અને આરતી વચ્ચેનો સંપર્ક તુટી ગયો હતો પરંતુ દોઢ મહિના પહેલાં બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થતાં બંનેએ એક બીજા સાથે રહેવાનું નક્કી કર્યુ હતુ પરંતુ લકી તેમાં આડખીલી રૂપ હતો. જેથી તેનો કાંટો કાઢવા માટે આરતી અને રોહિતે ગુનાઇત કાવતરાના ભાગ રૂપે કઠલા ગામના બચુ ઉર્ફે બચુ કટ્ટુ ભુરિયા, ઇટાવા ગામના પપ્પુ કાલુ સાંગાડિયા અને વડબારા ગામના રણજીત છીતુ નિનામાને લકીને મારી નાખવા માટે ૩૦ હજાર રૂપિયાની સોપારી આપી હતી. કઠલા આવેલી આરતીને તેડવા માટે લકી ૩૧ મેના રોજ આવવાનો હતો તે વખતે જ તેની હત્યાનું કાવતરૂ ઘડી કઢાયુ હતું. જાેકે, કોઇ કારણોસર તે આવી શક્યો ન હતો.ત્યારે બાદ ૪ જુનના રોજ તે કઠલા આવવા નીકળ્યો હતો.ત્યારે આરતી વારંવાર ફોન કરીને તેણે ઝાબુઆ છોડ્યુ કે નહીં તેની પુછપરછ કરીને લોકેશન મેળવવામાં જાેતરાઇ હતી. બાઇક ઉપર આવતાં લકીએ ઝાબુઆ છોડ્યા બાદ કારમાં સવાર બચુ, પપ્પુ અને રણજીતે તકનો લાભ લઇને તેનું અપહરણ કરી લીધુ હતું. ત્યાર બાદ ગળે ટુંપો દઇને હત્યા કરીને મૃતદેહ પીપલોદાબડા ગામમાં રોડથી ૧૫૦ મીટર અંદર જંગલમાં નાખી દીધો હતો. ઝાબુઆ એસ.પી અરવીંદ તીવારીએ જમાવ્યુ હતુ કે, આરતી અને રોહિતની ધરપકડ કરી લેવાઇ છે. હત્યા કરનારા ત્રણ લોકોમાં એક રોહિતનો જુનો મિત્ર છે, બીજાે તેના જ ડીજે ઉપર કામ કરતો કર્મચારી છે જ્યારે ત્રીજાનું કનેક્શન શોધવામાં આવી રહ્યું છે. આ ત્રણે યુવકો હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે. કાર અને લકીની બાઇકનો પણ હાલ સુધી કોઇ જ પત્તો મળ્યો નથી. ૪ જૂન શનિવારના રોજ ઘરેથી નીકળેલો લકી કઠલા નહીં પહોંચતા પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. છેલ્લે સાંજના છ વાગ્યે તેનું લોકેશન ઢાઢનિયા ગામ પાસે જાેવા મળ્યુ હતું. ત્યાર બાદ મોબાઇલ બંધ થઇ ગયો હતો. જેથી ઢાઢિનિયા ગામમાંથી પસાર થતાં દિલ્હી-મુંબઇ રેલવે ટ્રેક ઉપર પણ તેની તપાસ કરાઇ હતી. ૫મી તારીખના રોજ તેનો મૃતદેહ જંગલમાંથી મળી આવતાં પોલીસે તપાસનો દોર લંબાવતાં મોટો ઘટસ્ફોટ થયો હતો. લકીનો મૃતદેહ મળ્યા બાદ તેની આંખ ઉપર બાંધેલી પટ્ટી અને ગળે ટુંપો આપેલો ગમછો ઘટના સ્થળેથી મળ્યો હતો. પોલીસે પ્રથમ ઘરના નોકરની પુછપરછ કરી હતી પણ કોઇ કડી મળી ન હતી. આરતીની પુછપરછમાં તેની પર થોડી શંકા ગઇ હતી. પ્રેમ સબંધ વાળી વાત જાણવા મળતાં રોહિતને ઉચકતા તેના અને આરતીના નિવેદન જુદા પડ્યા હતાં. તપાસના અંતે બંને ભાગી પડતાં તેમણે જ સોપારી આપીને લકીની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો.
