દાહોદ
દાહોદ તાલુકાના ગામે પોલીસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાનામોટા વાહનોની તપાસ હાથ ધરી રહ્યા હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે મોટર સાયકલો પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાની સાથે બંને બાઇક અને ચારે તરફથી ઘેરી લીધી હતી. બાઇક પર સવાર કમલેશ ધિરજીભાઈ પલાસ (રહે. બોરવાની, ખાયા ફળિયું તા.જિ.દાહોદ), વિપિસિંહ ઉર્ફે વિપેશ રામસીંગભાઈ સંગાડા (કાલીગામ, ઈનામી ફળિયું, તા. ઝાલોદ, જી. દાહોદ) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની અટકાયત કરી હતી પોલીસે તેઓની પાસેથી વિદેશી દારૂનો કુલ રૂપિયા ૫૯ હજાર ૬૧૬ તેમજ બંને બાઇકની કિંમત મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૯ હજાર ૬૧૬ મુદ્દામાલ કબ્જે કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણે જણા વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે એક સગીર સહિત ચારની અટકાયત કરી છે. બે બાઇક મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૯ હજાર ૬૨૬નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
