Gujarat

દાહોદના તોયણી ગામે મનરેગા યોજનાની પુસ્તિકા નદીમાં ફેંકાયા

સીંગવડ
દાહોદ જિલ્લો અંતરીયાળ અને આદિવાસી વસ્તિ ધરાવતો જિલ્લો છે. જેમાં ગ્રામિણ વિસ્તારોમા રોજગારીની તકો નહિવત પ્રમાણમાં હોવાથી સરકારની મનરેગા યોજના જિલ્લાના ગરીબ અને રોજગારથી વંચિત લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. પરંતુ જિલ્લાના સીંગવડ તાલુકામા મનરેગા યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીનો ભોગ સીંગવડ તાલુકાની પ્રજા બની રહી છે. સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવા માટે બહોળી પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાની તમામ માહિતી અને યોજનાના લાભ સહિતની વિગતોની એક માહિતી પુસ્તિકા તૈયાર કરવામાં આવી હતી અને આ પુસ્તિકાઓને મનરેગા યોજનાના કર્મચારીઓ મારફતે લોકો સુધી પહોંચાડવાની હોય છે. પરંતુ સરકારની આ મંસા પર સીંગવડ મનરેગા યોજનાના કર્મચારીઓએ પાણી ફેરવી દીધુ હોય તેવા દ્રશ્યો સીગવડ તાલુકાની ખૂટા ગ્રામ પંચાયતમા સમાવિષ્ટ તોયણી ગામની નદીમાં જાેવા મળ્યા હતા. વૃદ્ધાની અંતિમ વિધિ માટે ગ્રામજનો સ્મશાને જતાં નદીમાં પુસ્તિકાઓ જાેવા મળી હતી. આ પુસ્તિકાઓ મનરેગા યોજનાની માહિતી પુસ્તિકાઓ હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન નદીમાં માહિતી પુસ્તિકાઓના ૨૦થી ૨૫ બંડલ પડ્યા હોવાનું ડાઘુઓએ જણાવ્યુ હતું. તોયણી ગામ એક મરણ થયું હતું. અમે બધા ગ્રામજનો સ્મશાને આવ્યા હતા. નજીક નદીના પટ પુસ્તકો જાેવા મળ્યા હતાં. એક ભાઈને નદીમાં ઉતારીને પુસ્તકો બહાર કઢાવતા તે મનરેગા યોજનાની ૧૦૦ દિવસની રોજગારી સરકાર આપે છે તેના વિશેની માર્ગદર્શિકા પુસ્તિકા મળી આવી હતી. આવા ૨૦થી ૨૫ બંડલ પાણીમાં પડેલા જાેવાઇ રહ્યા હતાં ગ્રામ પંચાયતમાં મનરેગા વિભાગ દ્વારા આપવામાં આવેલું સરકારી સાહિત્ય અને માર્ગદર્શક પુસ્તકો તાલુકા કક્ષાએ વિતરણ કરવા માટે અમને આપવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *