Gujarat

દાહોદના પાડલીયા પાસે ઈક્કોચાલકે કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાતા ૧નું મોત

દાહોદ
ફતેપુરા તાલુકાના રાહુલભાઈ મગનભાઈ મકવાણા ઉંમર વર્ષ ૨૨ રહે.ચીખલી મકવાણા ફળિયાએ ઘરના સભ્યોને જણાવેલ કે,હું ગામના પ્રવિણસિંહ જાેરાવરસિંહ રાઠોડના ઘરે જઈને આવું છું.ત્યારબાદ ઘરના સભ્યો જમી પરવારી ઊંઘવાની તૈયારી કરતા હતા.તેવા સમયે રાહુલભાઈના ભાઈ મહેશભાઇ મકવાણાને ચીખલીના રાઠોડ માનસિંહ સુખતસિંહએ મોબાઈલથી જણાવેલ કે,તારા ભાઈ રાહુલ તથા પ્રવીણસિંહ રાઠોડ બંને જણા ઈક્કો ગાડીમાં બેસી બલૈયા કામકાજ અર્થે જતા હતા.તેવામાં પાડલીયા ગામે ફતેપુરા રોડ ઉપર એચ.પી પેટ્રોલ પંપની સામે ઈક્કો ગાડી ઝાડ સાથે અથડાતા તારા ભાઈ રાહુલ ને માથાના પાછળના ભાગે તથા મોઢા પર ઈજાઓ થઈ છે.તેવું જણાવતા ઘરના સભ્યો અકસ્માત સ્થળે ગયા હતા. જ્યાં જઈ જાેતા ઈક્કો ગાડી નંબર.જીજે- ૨૦.એક્યુ- ૧૪૭૫મા ગંભીર ઇજાગ્રસ્ત રાહુલભાઈ મકવાણાને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે રાહુલને મૃત જાહેર કર્યો હતો.અકસ્માત બાદ અકસ્માતગ્રસ્ત ગાડીને સ્થળ ઉપર છોડી પ્રવીણસિંહ રાઠોડ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. અહીંયા નોંધનીય બાબત છે કે, જે વૃક્ષ સાથે ઈક્કો ગાડી અથડાઈ છે તે ગાડીને ખાલી સાઇડ બોનટ ઉપર સામાન્ય નુકસાન પહોંચેલ છે.જ્યારે મૃતક યુવાનને મોઢા ઉપર તથા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાેવા મળ્યું હતું. ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક રાહુલભાઈના ભાઈ, મહેશભાઈ મગનભાઈ મકવાણાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા લાશનુ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ કર્યા બાદ લાશનો કબજાે મૃતકના વાલીવારસોને સોંપી ચીખલીના પ્રવીણસિંહ રાઠોડ સામે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *