દાહોદ
ધાલોદ એએસપી વિજયસિંહ ગુર્જરે અને ફતેપુરા પોલીસે ઉચાપત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીના દિવસોમાં જ રૂ.૬૫.૧૫ લાખની ઉચાપત મામલાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને ઉચાપતના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. ચાર આરોપી પાસેથી પોલીસે રૂ.૬૫.૧૫ લાખની રિકવરી કરી હતી. આરોપીઓ સાથે ઝાલોદ નગરનો રહેવાસી ફિરદોષ ધડાની પણ સંડોવણી બહાર આવી હતી. તેને પોલાની બે કંપનીના ખાતામાં રૂ. ૬૫.૧૫ લાખ ટ્રાન્સફર કરીને રોકડા રૂપિયા આપવા પેટે ૭ ટકા લેખે કમિશન લીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાંથી ચેક ચોરી કરીને રૂ.૬૫.૧૫ લાખની ઉચાપતની ઘટનામાં પોલીસે ચાર આરોપી પૈકી રાજેશના ધરેથી રૂ.૧૫.૨૦ લાખ, પ્રદીપ પાસેથી રૂપિયા ૨૨.૮૭ લાખ, પુષ્પેન્દ્ર પાસેથી રૂ.૨૨.૮૮ લાખ અને ઝાલોદના ફિરદોશના ઘરેથી પોલીસે રૂ.૪.૨૦ લાખ મળીને રૂ.૬૫.૧૫ લાખની રિકવરી કરીને ગુનો ઉકેલવામાં સફળતા મેળવી હતી. આ મામલે એએસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આ રેસમાં બેંક સહિતના અન્ય કોઈ કર્મચારીની ભુમિકા અંગેની આગળ તપાસ ચાલું રહેશે.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતની એકાઉન્ટ કચેરીમાંથી ચેકની ચોરી કરીને રૂ.૬૫.૧૫ લાખનો ચેક વટાવીને સરકારી નાણાંની ઉચાપત કેસમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ તેજ બનાવી હતી.
