Gujarat

દાહોદના લવારિયામાં પીકઅપ ગાડી સાથે અથડાતા એકનું મોત

દાહોદ
દેવગઢ બારીયાના લવારીયા ગામેથી એક પીકઅપ ગાડીનો ચાલક પોતાની પીકઅપ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા લવારીયા ગામે ખેડા ફળિયામાં રહેતાં પર્વત ભીખાભાઈ નાયકને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં પર્વતભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પર્વતભાઈનું મોત નીપજ્યું હતું. આ સંબંધે પ્રતાપ ભીખાભાઈ નાયકે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના લવારીયા ગામે પીકઅપના ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. જેથી રાહદારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પીકઅપ ગાડીનો ચાલક પુરઝડપે હંકારી જતો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને અડફેટે લેતાં તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *