Gujarat

દાહોદની પરિણીતાએ પતિ સામે મારઝુડ કરવાની ફરિયાદ નોંધાવી

દાહોદ
દાહોદની પરિણીતાના લગ્ન જૂનાગઢ રહેતા વિજય લક્ષ્મણભાઈ હિરણી સાથે સમાજના રીતિરિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી સાસરીયાઓ સારુ રાખતા હતા. પરંતુ ત્યારબાદ પતિ વિજય મારઝુડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. ઉપરાંત સાસરિયાઓ લક્ષ્મણદાસ સેલારામ હિરણી, મીનાબેન લક્ષ્મણદાસ હિરણી અને રાજેશ લક્ષ્મણભાઈ હિરણી વિજયની ચઢાંમણી કરતાં હતાં. ઉપરાંત “તું અમારા ઘરમાંથી નીકળી જા” કહી દહેજની માંગણી કરી પરિણીતા સાથે મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. ઓછામાં પૂરું પરિણીતાને ઘરમાંથી કાઢી મુકતાં તેઓ પોતાના પિયર દાહોદ ખાતે આવી ગયાં હતાં. આ સંબંધે તેમણે પોતાના પતિ તથા સાસરી પક્ષના ઈસમો વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદની પરિણીતાને જૂનાગઢ રહેતાં પતિ તથા સાસરીયાઓ શારિરીક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી મેણાં ટોણાં મારી મારઝુડ કરતાં હતા. જેથી પરિણીતા પોતાના પિયર દાહોદ આવવા મજબૂર બની હતી. આ સંબંધે પરિણીતાએ પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *