દાહોદ
દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તાર ખાતે યોગેશ્વર નગર ખાતે રહેતા ૩૨ વર્ષીય ભાવિકાબેન ભાવિકકુમાર પટેલ દાહોદ બસ સ્ટેશન વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે બસમાં ચડતી વેળાએ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ભાવિકાબેનના પર્સનની ચેન ખોલી પર્સમાંથી ત્રણ જાેડી સોનાની બુટ્ટી અને એક કાનની શેર એમ કુલ મળી રૂપિયા ૪૫,૦૦૦ ના સોનાના દાગીના તેમજ પર્સમાં મુકી રાખેલું બેંકનું એટીએમ કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટની ચોરી કરી હતી. જે બાદ અજાણી વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાને પગલે બસ સ્ટેશન વિસ્તારમાં ઉહાપોહ મચી હતી. આ સંબંધે ભાવિકાબેન ભાવિકકુમાર પટેલ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેરમાં એક મહિલા બસ સ્ટેશન પર ગયા હતા. ત્યારે તેમના પર્સમાંથી કોઈ અજાણી વ્યક્તિએ કસબ અજમાવી સોનાના દાગીના કિંમત રૂપિયા ૪૫,૦૦૦ની ચોરી કરી હતી. આ ઘટનાને લઈ બસ સ્ટેશન વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે મહિલાએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


