Gujarat

દાહોદમાં યુવતીના પરિવારજનોને પ્રેમીએ ધમકી આપતા ફરિયાદ

દાહોદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના મુવાડ ગામે રહેતો એક શખ્સ બારિયા તાલુકાના એક ગામે રહેતી ૧૯ વર્ષીય યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી વર્ષ ૨૦૧૬થી ૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન યુવતી સાથે શારિરીક સંબંધ બાંધી લગ્નની લાલચ આપતો હતો અને તું આપણા પ્રેમ સંબંધ વિશે કોઈને કઈશ તો મારી નાખવાની ધમકી પણ આપતો હતો. તેમજ યુવતીના ફોટો અને વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લઈ યુવક દ્વારા યુવતીના પરિવારજનોને પણ ધાકધમકીઓ આપી યુવતીના અન્ય જગ્યાએ લગ્ન કરાવશો તો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી નાખવાની ધમકી આપતો હતો. તારીખ ૩૦ જુનના રોજ દર્શન કનુભાઈ સલાટ, જયેશ કનુભાઈ સલાટ, કનુભાઈ વીરસીંગભાઈ સલાટ, સોરવભાઈ અર્જુનભાઈ સલાટ, આશીષ કોદર સલાટ, અનિલ સલાટ, વિકાસ સલાટ, સુભાષ સલાટ અને દિનેશ સલટ નામના શખ્સો ગાડી અને મોટર સાઈકલ પર આવી યુવતીના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી અને કહ્યુ કે, બેટી કી શાદી કી ડોલી ઓર તેરી અર્થી એક સાથે ઉઠેગી, લગ્ન કરાવી તો જુઓ ફોટા વાઈરલ કરી તારૂં મોઢું કાળુ કરી નાંખીશ તેવી ધાક ધમકીઓ આપી હતી. ઉપરોક્ત શખ્સોએ યુવતીના પરિવારજનોને બેફામ ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંબંધે યુવતીના સ્વજન દ્વારા દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના મુવાડ ગામે રહેતો એક શખ્સ બારિયા તાલુકાના એક ગામે રહેતી ૧૯ વર્ષીય યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી વર્ષ ૨૦૧૬થી ૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન યુવતી સાથે શારિરીક સંબંધ બાંધી લગ્નની લાલચ આપતો હતો અને તું આપણા પ્રેમ સંબંધ વિશે કોઈને કઈશ તો મારી નાખવાની ધમકી પણ આપતો હતો. તેમજ યુવતીના અન્ય જગ્યાએ લગ્ન કરાવશો તો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી નાખવાની પણ ધમકી આપી હતી. આ ઉપરાંત યુવતીના ઘરે જઈ તેના પરિવારજનોને પણ ધાક ધમકીઓ અપાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *